જૂનાગઢમાં જોવા મળ્યા જળતાંડવના દ્રશ્યો..!!

0
188

જૂનાગઢમાં આજે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આવેલા પુર જેવા દ્રશ્યો જોવા મળ્યા.. જેમાં રમકડાની જેમ પાણીના વહેણમાં પશુઓ,માણસો અને વાહનો તણાતા નજરે પડ્યા.. આવાજ એક દ્રશ્યમાં એક વ્યક્તિ પાણીના ધસમસતા વહેણમાં તણાતી જોવા મળી હતી.. વીડિયો જેના મોબાઇલમાં ઉતરી રહ્યો હતો તે યુવતી બાપા ગયા ..બાપા ગયા કરતી ચીસો પાડતી સંભળાય છે.જૂનાગઢમાં આજે મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ગિરનાર પર્વત ઉપર આશરે 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેથી પર્વત ઉપરનું પાણી શહેરમાં ઘૂસ્યું ગયું હતું. જેના પગલે જૂનાગઢમાં ચારે બાજુ પાણી પાણી જોવા મળ્યું હતું. બીજી તરફ જૂનાગઢ શહેરમાં આજે 8 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.રાજ્યમાં સર્વત્ર પડી રહેલા મુશળધાર વરસાદ વચ્ચે જૂનાગઢના ભવનાથમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ . અનરાધાર વરસાદથી જૂનાગઢમાં દરિયા જેવા દ્રશ્યો જોવા મળ્યા. અહીં પડી રહેલા અતિ ધોધમાર વરસાદને પગલે પાણીનો પ્રવાહ એટલો તીવ્ર જોવા મળ્યો કે પશુઓ તો પશુઓ..માણસો અને ભારેખમ વાહનો પણ તણાતા નજરે પડ્યા.તસવીરો જોતાં જ જૂનાગઢમાં વરસાદે સર્જેલી સ્થિતિનો કયાસ લગાવી શકાય છે. આવા દ્રશ્યો તાજેતરમાં જ ઉતરાખંડમાં વરસાદને લીધે સર્જાયેલી તબાહી દરમિયાન જોવા મળ્યા હતાં. ત્યાં પણ આવી રીતે જ વાહનો રમકડાંની જેમ તણાતા જોવા મળ્યા હતા. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે. રસ્તાઓ નદીઓમાં ફેરવાયા છે.