ટી20 વર્લ્ડ કપઃ ભારતે બીજી પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવ્યું

0
992

ભારતીય ક્રિકેટ ટીમે ટી20 વર્લ્ડ કપની ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટી20 મેચમાં 8 વિકેટે આસાન વિજય મેળવ્યો હતો. રોહિત શર્માએ પોતાની લય પરત મેળવતા 31 બોલમાં 60 રન કરી તે રિટાયર્ડ થયો હતો. ઓપનર કે એલ રાહુલે 31 બોલમાં 39 રન ફટકારતા ભારતે ઓસ્ટ્રેલિયાનો 153 રનનો લક્ષ્યાંક બે વિકેટ ગુમાવીને 17.5 ઓવરમાં જ વટાવી દીધો હતો. ભારત માટે છઠ્ઠા બોલરની ચિંતા યથાવત રહી છે ત્યારે પ્રેક્ટિસ મેચમાં ખુદ કેપ્ટન વિરાટ કોહલીએ પણ બોલિંગ ફેંકી પોતાને એક ઓલરાઉન્ડર તરીકે પુરવાર કર્યો હતો.

ભારતની કરોડરજ્જૂ સમાન મિડલ ઓર્ડરમાં બેટિંગમાં ઉતરેલા સૂર્યકુમાર યાદવે 27 બોલરમાં અણનમ 38 રનની ઈનિંગ રમીને ટીમમાં પોતાનું હોવા અંગેનું મહત્વ સાબિત કર્યું હતું. આ ઉપરાંત હાર્દિક પંડ્યા 8 બોલમાં 14 રન કરી અણનમ રહ્યો હતો. પ્રેક્ટિસ મેચમાં ભારત ટોસ હાર્યું હતું અને કાંગારૂ ટીમે પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો. ઓસિ. કેપ્ટન એરોન ફિન્ચ અને ડેવિડ વોર્નર ઓપનિંગમાં ઉતર્યા હતા પરંતુ ભારતીય દિગ્ગજ સ્પિનર અશ્વિન અને જાડેજાના આક્રમણ સામે તેઓ ટકી શક્યા નહતા. ઓસ્ટ્રેલિયાની પ્રથમ વિકેટ છ રને વોર્નરના સ્વરૂપે પડી હતી. ડેવિડ વોર્નર ફક્ત એક રન કરી પેવેલિયન પરત ફર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here