ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ કેટલાક ખેલાડી સંન્યાસ લેશે…

0
204

ભારતના દિગ્ગજ ક્રિકેટર સુનિલ ગાવસ્કરના મતે ગુરુવારે એડિલેડમાં સેમિફાઈનલમાં ભારતનો ઈંગ્લેન્ડ સામે 10 વિકેટે નાલેશીભર્યો પરાજય થયા બાદ કેટલાક સીનિયર ખેલાડીઓ સંન્યાસની જાહેરાત કરી શકે છે. ગાવસ્કરે જણાવ્યું કે, મને લાગી રહ્યું છે કે રોહિત શર્મા કપ્તાની છોડશે ત્યારબાદ ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા આ જવાબદારી સંભાળશે.

ભારતના પૂર્વ કેપ્ટને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, આઈપીએલમાં પ્રથમ વખત ગુજરાત ટાઈટન્સનું સુકાન સંભાળનાર હાર્દિક પંડ્યાએ પ્રથમ સિઝનમાં જ ટાઈટલ જીતતાં તેને ભારતીય ક્રિકેટ ટીમના આગામી કેપ્ટન તરીકેની દાવેદારી મક્કમ કરી લીધી છે. ગાવસ્કરને ઉમેર્યું કે, હાર્દિક પંડ્યા ભાવિ કેપ્ટન બનશે તે નિશ્ચિત છે અને કેટલાક ખેલાડીઓ સંન્યાસ લઈ શકે છે, તમે કંઈ કહી શકતા નથી. કેટલાક ખેલાડીઓ આના પર વિચાર કરી રહ્યા હશે. વર્તમાન ભારતીય ટીમમાં કેટલાક ખેલાડીઓ 30થી 40 વર્ષની વચ્ચેની ઉંમરના છે જે ભારતીય ટી20 ટીમમાં પોતાના સ્થાન અંગે ફેરવિચારણા કરી રહ્યા હશે.

વિરાટ કોહલી ટી20 વર્લ્ડ કપમાં સર્વાધિક રન કરનાર બેટ્સમેન રહ્યો છે પરંતુ સીનિયર ખેલાડીઓ પૈકી રોહિત શર્મા, રવિચન્દ્રન અશ્વિન અને દિનેશ કાર્તિક માટે આ ટૂર્નામેન્ટ નિરાશાજનક રહી છે અને આ તમામની ઉંમર 40ની આસપાસ છે. વરિષ્ઠ ખએલાડી સંન્યાસ લઈને નવા યુવા ખેલાડીઓ માટે રસ્તો કરે તેવી સંભાવના છે તેમ ગાવસ્કરે જણાવ્યું હતું.