ડુંગળીના ભાવ ન મળતાં ખેડૂતો એ રસ્તા પર ફેંકી ડુંગળી…

0
306

સરકાર દ્વારા ડુંગળીની નિકાસ ઉપર પાબંધી લાદવામાં આવતા ડુંગળીના ભાવમાં કડાકો નોંધાયો છે. ત્યારે હવે આજરોજ સૌરાષ્ટ્રના સૌથી મોટા ગુણાતા ગોંડલ માર્કેટ યાર્ડની બહાર ખેડૂતોએ ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા રાજકોટ જૂનાગઢ નેશનલ હાઈવે પર ડુંગળી ફેંકીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ડુંગળીની એક્સપોર્ટ બંધ થતા ખેડૂતોને મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.ત્યારે ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવતા રાજકોટ જૂનાગઢ નેશનલ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હોવાનું સામે આવ્યું છે.તો સાથે જ ગોંડલ માર્કેટિંગ યાર્ડના મુખ્ય દરવાજા પણ ખેડૂતો દ્વારા બંધ કરવામાં આવ્યા છે. તેમજ ખેડૂતો દ્વારા ખેડૂતોની માંગ પૂરી કરોના ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા છે. યાર્ડના દરવાજા બંધ કર્યા બાદ ખેડૂતો મુખ્ય ગેટ ઉપર બેસી ગયા હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે.