ડેઈઝી શાહની ડેબ્યૂ પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘ગુજરાત 11’નું ટીઝર રીલિઝ

0
2066

ગુજરાતી ભાષાની પહેલી સ્પોર્ટ્સ ફિલ્મ ગુજરાત 11નું ટીઝર આવી ગયું છે. જે ખૂબ જ ધમાકેદાર છે. જેમાં ડેઈઝી શાહ કોચના રોલમાં જોવા મળી રહી છે. કોચની ભૂમિકાને ડેઈઝી ન્યાય આપી રહી છે તેવું ટીઝર પરથી લાગી રહ્યું છે. સાથે જ છોકરાઓ ફૂટબોલની આકરી પ્રેક્ટિસ કરી રહ્યા હોવાનું પણ ટીઝરમાં બતાવવામાં આવ્યું છે. ટીઝર જોતા ફિલ્મમાં એક્શન અને ડ્રામા ભરપૂર હશે તેવી પ્રતીતી થાય છે. ડેઈઝી શાહ સાથે ફિલ્મમાં પ્રતિક ગાંધી, રૂપકુમાર રાઠોડ, કવિન દવે, ચેતન દઈયા જેવા કલાકારો છે. ફિલ્મની વાર્તા ખુદ ફિલ્મના ડિરેક્ટર જયંત ગિલાટરે જ લખી છે. ફિલ્મના પ્રોડ્યુસર યશ શાહ, હરેશ પટેલ, એમ એસ જોલી, જયંત ગિલાટર છે. મ્યુઝિર રૂપકુમા રાઠોડનું છે તો લીરિક્સ દિલીપ રાવે લખ્યા છે. ફિલ્મ 29 નવેમ્બરે મોટા પડદા પર આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here