દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી……

0
241

રાજ્યમાં હજુ પણ મેઘરાજાનું જોર યથાવત્ રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગનું અનુમાન છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. જેમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગમાં વરસાદના એંધાણ છે. જ્યારે તાપી, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે કે જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગરમાં પણ વરસાદી રમઝટની શક્યતા સેવવામાં આવી રહી છે. જ્યારે કે અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદ આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હજુ પણ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં પવનની ગતિ 30થી 35 કિમી પ્રતિ કલાકની રહેશે. એક તરફ ચોમાસાની વિદાય થઈ રહી છે, ત્યારે મેઘરાજા જતા જતાં પણ વરસી રહ્યા છે. ભારે વરસાદને લઈ ગરબામાં પણ વિઘ્ન સર્જાઈ શકે છે.