દિલ્હીમાં કાર બોમ્બ વિસ્ફોટ બાદ સાવચેતીના પગલા રૂપે ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયે રાજ્યવ્યાપી એલર્ટ જારી કર્યું છે. તમામ શહેર અને જિલ્લા પોલીસ વડાઓને ચેકપોઇન્ટ ગોઠવવા, વાહનોની તપાસ કરવા, પોલીસ પેટ્રોલિંગ કરવા અને પોલીસ દળો તૈનાત કરવા સૂચના આપવામાં આવી છે.દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા વિસ્ફોટ બાદ ગુજાત સહિત ઘણા રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીની સાથે, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ પોલીસને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) માં સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશ પોલીસને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) માં વાહન તપાસ કરવા પણ સૂચના આપવામાં આવી છે.






