દીપિકા પાદુકોણ બની ફરી બોલીવુડની નંબર વન હિરોઈન

0
205

વર્ષ 2023ને ભૂતકાળ બનવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. સુધીમાં તમે આ વર્ષના શ્રેષ્ઠ વિલન, ટોચની 10 ફ્લોપ ફિલ્મો, Netflixના ટોચના 10 સ્ટાર્સ વિશે વાંચ્યું હશે. હવે વારો છે આ વર્ષની ટોપ 10 હિરોઈનનો. ‘છપાક’ અને ’83’ જેવી ફિલ્મોની નિષ્ફળતા બાદ અભિનેત્રી દીપિકા પાદુકોણ આ યાદીમાં ઘણું નીચે સરકી ગઈ હતી. પરંતુ, આ વર્ષે તેનું નસીબ ફરી બદલાયું છે અને તે ફરીથી નંબર વન હિરોઈન બની ગઈ છે. અભિનેત્રી અદા શર્માએ પણ આ લિસ્ટમાં શાનદાર એન્ટ્રી કરી છે,આ વર્ષે અભિનેત્રી દીપિકા પાદુકોણ ‘પઠાણ’ અને ‘જવાન’ જેવી બે મોટી હિટ ફિલ્મોનો ભાગ હતી. ફિલ્મ ‘પઠાણ’ને ‘બેશરમ રંગ’ ગીતના વિવાદ કરતાં વધુ સફળતા મળી. દીપિકા પાદુકોણે ફિલ્મ ‘પઠાણ’માં પૂર્વ ISI એજન્ટ રૂબાઈના રોલમાં શાહરૂખ ખાનને ટક્કર આપી હતી, ત્યારે ફિલ્મ ‘જવાન’માં ઐશ્વર્યા રાઠોડની વિશેષ ભૂમિકાએ પણ ફિલ્મની હિરોઈન નયનતારા કરતાં વધુ વાહવાહી મેળવી હતી. આ બંને ફિલ્મોમાં પ્રેક્ષકોને સિનેમાઘરો સુધી ખેંચી લાવવાની અને પડદા પર ચોંટાડી રાખવાની દીપિકા પાદુકોણની શક્તિ સંપૂર્ણ સ્વરૂપમાં જોવા મળી હતી. દીપિકા આ વર્ષની હિટ પરેડની નંબર વન હિરોઈન બની છે.