દેવા બાબતે ઝઘડો થતાં પતિએ પત્ની-પુત્રની હત્યા કરી….

0
19

ગાંધીનગરના સરગાસણમાં શ્રી રંગ નેનો સિટી-1માં 6 માર્ચે એક ચકચારી ડબલ મર્ડર થયું હતું. આરોપી ઓનલાઈન તીન પત્તી (રમી સર્કલ) ગેમની લત લાગી હતી. સુરેન્દ્રનગરમાં મકાન ખરીદવા માટે પત્નીએ ઉછીના લાવેલા ₹ચાર લાખ પણ તે ગેમમાં હારી ગયો હતો. જેથી પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.પત્નીએ મરી જવાની વાત કરતાં આવેશમાં આવી પતિએ લોખંડના રોડથી હુમલો કર્યો અને દુપટ્ટાથી ગળું દબાવી તેની હત્યા કરી હતી. ઊંઘમાંથી જાગેલા ચાર વર્ષીયના પુત્રને પણ માથામાં સળિયો મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. ઈન્ફોસિટી પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપીને તેના ઘરે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.