દેશના ઘણા રાજ્યો આજે વરસાદની ઝપટમાં….

0
263

દેશના ઘણા રાજ્યો આજે વરસાદ ની ઝપટમાં આવી ગયા છે. ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો અહીં વાતાવરણ માં અચાનક જ ફેરફાર જોવા મળ્યો હતો. છેલ્લા 3-4 દિવસથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદે તબાહી મચાવી છે, રાજ્યમાં આ વરસાદના કારણે 15 લોકોના મોત થયા છે. દેશની રાજધાની દિલ્હી માં આજે સવારે ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. બીજી તરફ ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની સ્થિતિ પણ જોવા મળી રહી છે. દિલ્હી સહિત દેશના 15 રાજ્યોમાં આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવો જાણીએ દેશભરમાં કેવું રહેશે હવામાન.હવામાન વિભાગ ની આગાહી મુજબ, આગામી 7 દિવસ દિલ્હી માટે મુસિબત લાાવી શકે છે. આ દિવસોમાં હવામાન ખરાબ રહેવાની શક્યતા છે. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જેની સાથે ક્યાંક વાદળછાયું વાતાવરણ રહેશે તો ક્યાંક વરસાદ પડી શકે છે. આજથી 2 દિવસ સુધી દિલ્હીમાં વરસાદની શક્યતા છે. 1 સપ્ટેમ્બરના રોજ હળવા સૂર્યપ્રકાશ સાથે વાદળો જોવા મળશે, જ્યારે 2 સપ્ટેમ્બરે હળવો વરસાદ પડી શકે છે. 7મી સપ્ટેમ્બરે ભારે વરસાદ પડવાની સંભાવના છે. સોમવારે મિશ્ર વાતાવરણને કારણે, આજે દિલ્હીમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી રહેવાની ધારણા છે.