દેશમાં પાછા કોરોનાના કેસ 40 હજાર ઉપર નોંધાયા

0
698

દેશમાં પાછા કોરોનાના કેસ 40 હજાર ઉપર નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 41 હજારથી વધુ દર્દીઓ નોંધાયા છે જ્યારે 507 લોકોએ જીવ ગુમાવ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 41,383 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 3,12,57,720 પર પહોંચી છે. એક દિવસમાં 38,652 જેટલા દર્દીઓ રિકવર પણ થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,04,29,339 થઈ છે. હાલ 4,09,394 દર્દીઓ સારવાર હેઠળ છે. ગઈ કાલે કોરોનાના નવા 42,015 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના કારણે 507 લોકોના જીવ ગયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 4,18,987 થયો છે. ગઈ કાલે મહારાષ્ટ્રના જૂના મોતનો આંકડો જોડાવાના કારણે મોતની સંખ્યા અચાનક વધી ગઈ હતી અને એક દિવસમાં 3998 દર્દીઓનો મોત નોંધાયા હતા. દેશમાં રસીકરણ અભિયાન હેઠળ રસીના કુલ 41,78,51,151 ડોઝ આપવામાં આવેલા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ ગઈ કાલે દેશભરમાંથી કોરોના વાયરસના 17,18,439 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે કુલ કોરોના ટેસ્ટનો આંકડો હવે 45,09,11,712 પર પહોંચી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here