આભ ફાટતાં આસોટા ગામમાં 13 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદ પછી જે સ્થિતિ વણસી ગયેલી જોવા મળી છે. ધોધમાર વરસાદ અને બાદમાં ગામ આખુંયે બેટમાં ફેરવાઈ ગયું છે. લોકો પોતાના ઘર પર ચડી ગયેલા જોવા મળી રહ્યાં છે.
ગામમાં પાણી ફરી વળતાં ઘરોમાં પાણી ઘુસી ગયા છે. જેના કારણે ઘરવખળી પલળી જતાં ગ્રામજનોને ભારે નુકસાની વેઠવી પડી છે. આભ ફાટતાં આસોટા ગામના મુખ્ય માર્ગો નદી બની ગયા છે. જેના કારણે ધસમસતો પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો છે.
આ જોઇ ગ્રામજનો પણ અચંબામાં પડી ગયા હતા. જ્યાં લોકો પાણી માટે તરસતા હતા ત્યાં આખરે આટલું પાણી ક્યાંથી આવી ગયું. જો કે ગામમાં પાણી ફરી વળતાં ગ્રામજનો ધાબા પર ચઢી ગયેલા જોવા મળ્યાં છે, જ્યારે કોઈ ઉંચાણવાળા વિસ્તારમાં જતું રહ્યું છે.
તમામ લોકો ગામમાંથી વહેતા નીર નીહાળી રહ્યા છે. હવામાન વિભાગે ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. ત્યાર બાદ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો.