
ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી આગામી ધનતેરશે કલોલ ખાતે દિવ્યાંગો અને વયોસ્કોને સાધન સહાયનું વિતરણ કરશે. આ કાર્યક્રમને લઈ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ ઉપર મુકાઈ ગયું છે અને તેની તૈયારીના ભાગરૂપે આજે જિલ્લા કલેકટર સહિત અધિકારીઓ કલોલ પહોંચ્યા હતા અને કાર્યક્રમને લગતી તૈયારીઓનું નિરિક્ષણ કર્યું હતું. નોંધવું રહેશે કે અમીત શાહ ગાંધીનગરમાં પણ વિવિધ કાર્યક્રમોમાં આવી શકે છે.