પાટનગરમાં પાર્કિગ અને સ્ટ્રીટવેન્ડર પોલિસી માટે કવાયત શરૂ 

0
157

પાટનગર ગાંધીનગરમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ કરવા માટેની કવાયત શરૂ કરી આ કામગીરી જાન્યુઆરીના અંત  સુધીમાં પૂર્ણ કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.

ગાંધીનગર શહેરમાં મહાનગર પાલિકા દ્વારા આગામી સમયમાં પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ડર પૉલિસી લાગુ કરવામાં આવનાર છે. જે સંદર્ભે મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તેમજ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં સંબંધિત એજન્સી સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં બંને પૉલિસી સંદર્ભે સંસ્થાઓ અને નાગરિકોના સૂચનો મેળવવા ઉપરાંત સ્ટ્રીટ વેન્ડર પૉલિસી અંતર્ગત તમામ લારી-ગલ્લા સોનાર પેનલ સાથેના મેઈન્ટેનન્સ ફ્રી અને એકસરખા રાખી પાણી, ગટરની વ્યવસ્થા તેમજ ટ્રાફિક અને પાર્કિંગને અનુરૂપ જાન્યુઆરીમાં જ પૉલિસી લાગુ થાય તેમ કરવા એજન્સીને
તાકીદ કરવામાં આવી છે.