84 વર્ષીય ધર્મેન્દ્ર હાલમાં લોનાવાલા સ્થિત પોતાના ફાર્મહાઉસ પર સમય પસાર કરી રહ્યાં છે. તેઓ ફાર્મહાઉસના વીડિયો શૅર કરે છે. હાલમાં જ તેમણે પોતાના ખેતરમાં ઊગેલા શાકભાજીનો વીડિયો શૅર કર્યો હતો. લ્લેખનીય છે કે ધર્મેન્દ્ર હાલમાં પોતાના લોનાવાલા સ્થિત ફાર્મહાઉસમાં પોતાનો મોટાભાગનો સમય પસાર કરતા હોય છે. અહીંયા તેઓ ઓર્ગેનિક ખેતી કરે છે. આ પહેલાં પણ ધર્મેન્દ્રે ટ્રેક્ટરથી ખેતર ખેડતાં હોય તેવો વીડિયો શૅર કર્યો હતો. તેઓ પોતાના ખેતરમાં વિવિધ શાકભાજી તથા ફૂલો ઊગાડે છે. તેઓ કોરોનાવાઈરસને લઈ ઘણાં ચિંતિત છે. તેમણે એક વીડિયોમાં કહ્યું હતું, આજે વ્યક્તિને પોતાના ગુનાઓની સજા મળી રહી છે. આ કોરોના આપણાં ખરાબ કર્મોનું ફળ છે. માણસાઈ અને પ્રેમ હોત તો આ ક્ષણ ક્યારેય આવત નહીં. આજે હું ઘણો જ દુઃખી છું, મારા માટે, બાળકો માટે, તમારા માટે અને દુનિયા માટે. હજી પણ બોધપાઠ લેવાનો સમય છે અને માણસાઈ ખાતર બધા એક થઈ જાઓ.