રાજ્યમાં કુલ સંક્રમિત કેસનો આંક 3551 પર,મૃત્યુઆંક 162

0
622

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 247 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 11 લોકોનાં મોત થયા છે. એકલા અમદાવાદમાં 197 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિત કેસનો આંક 3551 પર પહોંચ્યો છે અને કુલ મૃત્યુઆંક 162 થયો છે.
રાજ્યમાં જે નવા 230 કેસ નોંધાયા છે, તેમાંથી અમદાવાદમાં 197 કેસ, સુરતમાં 30, આણંદ-2, બોટાદ 1,ડાંગ 1,ગાંધીનગર 5,જામનગર 1,પંચમહાલ 3,રાજકોટ 1 અને વડોદરામાં 6 કેસ નોંધાયા છે.
આજે જે 11 લોકોના મોત થયા છે. તેમાં પાંચ મોત અમદાવાદમાં થયા છે. એક વડોદરા અને ચાર મોત સુરતમા થયા જ્યારે એક મોત બનાસકાંઠામાં થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 3548 કેસ નોંધાયા છે, જેમાંથી 31 દર્દી વેન્ટિલેટર પર છે, મૃત્યુઆંક 162 પર પહોંચ્યો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વધુ 81 લોકો કોરોનાના ભરડામાંથી બહાર આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 394 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 75797 ટેસ્ટ થયા જેમાં 3548 પોઝિટિવ આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here