ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર

0
168

શિક્ષણ બોર્ડ દ્વારા આજે બીજી મેના રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ  આજે જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ ગુજકેટ પરીક્ષાનું પરિણામ પણ જાહેર થયું છે. આ પરણિામ તમે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર જોઇ શકશો. રાજ્યમાં ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં A,B અને AB ગ્રૂપના 1.10 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ ઉપરાંત રીપિટર 16 હજાર જેટલા વિદ્યાર્થીઓ પણ પરીક્ષાખંડમાં હતા. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 72 હજાર 166 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લો મોખરે રહ્યો છે, આ વિસ્તારમાં સૌથી વધુ પરિણામ આવ્યું છે. હળવદ કેન્દ્રનું 98 ટકાથી વધુ પરિણામ આવ્યું છે. લીમખેડા કેન્દ્ર છેલ્લા ક્રમે રહ્યું હતું. જો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના અંગ્રેજી માધ્યમની વાત કરીએ તો તેનું કુલ પરિણામ 67.18 ટકા છે અને ગુજરાતી માધ્યમનું પરિણામ 65.32 ટકા આવ્યું છે.