ધો. 10 અને ધો. 12 ની બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર

0
3645

વર્ષ 2020માં બોર્ડની પરીક્ષા દેનાર ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિની આજે બેઠક યોજાઈ હતી. જેમાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા માર્ચથી શરૂ થશે અને 21 માર્ચ સુધીમાં પૂર્ણ થઈ જશે. ધોરણ 10ની પરીક્ષા 17 માર્ચે જ્યારે ધોરણ 12 સાયન્સની પરીક્ષા 16 માર્ચ સુધી ચાલશે. તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 21 માર્ચે પૂર્ણ થશે. બોર્ડ પરીક્ષાઓ ગત વર્ષ કરતા ચાલુ વર્ષે વહેલી પૂર્ણ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here