ધો. 10-12 બોર્ડની પરીક્ષા 2025: લેઇટ ફી સાથે ઓનલાઇન ફોર્મ ભરવાની મુદત વધારાઈ

0
28

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહની ફેબ્રુઆરી- 2025ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે. પહેલા 22 ડિસેમ્બર સુધી પરીક્ષાનું આવેદનપત્ર લેઇટ ફી સાથે ઓનલાઇન ભરવાની અંતિમ તારીખ હતી. જ્યારે હવે ધોરણ 10 માટે બે દિવસ અને ધોરણ 12 માટે એક દિવસ લંબાવાયો છે.