‘ધ ફેમ ગેમ’માં બે લાઇફ જીવતી દેખાશે માધુરી……

0
992

માધુરી દી​‍‍​ક્ષિત નેને તેની આવનારી વેબ-સિરીઝ ‘ધ ફેમ ગેમ’માં અનામિકા આનંદના પાત્રની બે લાઇફને જીવતી જોવા મળશે. તેનું આ પાત્ર દુનિયાની સામે કંઈક અલગ અને પોતાના માટે કંઈક અલગ છે. આ બન્ને લાઇફમાં અનામિકા કઈ રીતે સંતુલન જાળવી રાખે છે એ દેખાડવામાં આવશે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટ​ફ્લિક્સ પર આ શો પચીસ ફેબ્રુઆરીએ રિલીઝ થવાનો છે. એમાં માધુરી સાથે સંજય કપૂર અને માનવ કૌલ પણ જોવા મળશે. પોતાના રોલ વિશે માધુરીએ કહ્યું કે ‘અનામિકા એક પ્રખ્યાત ઍક્ટ્રેસ છે. ઘરમાં તેનું જીવન ખૂબ આદર્શ છે. દરેક જણ તેની પાસેથી પ્રેરણા લે છે. તે બે બાળકો, હસબન્ડ અને તેની મમ્મી સાથે રહે છે. બહારથી તો બધું સારું જ દેખાય છે. જોકે ચાર દીવાલની વચ્ચે શું થાય છે એ લોકોને દેખાતું નથી. તેના જીવનની બે બાજુ છે. એક જે તે દુનિયાને દેખાડવા માગે છે અને બીજી તેની પોતાની
બાજુ છે. અનામિકા ગ્લૅમરસ અને ખુશખુશાલ દેખાય છે. જોકે વાસ્તવમાં તો તે સમાધાન કરનારી, સમર્પણ આપનારી અને પોતાની જાતને પુરવાર કરવા માટે અથાક મહેનત કરનારી છે. તે અંદરથી તો તૂટેલી છે પરંતુ જ્યારે જરૂર હોય ત્યારે તે પોતાના ચહેરા પર એની ભાળ સુધ્ધાં નથી આવવા દેતી. એ જ બાબત એ પાત્રની આકર્ષક વસ્તુ છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here