નર્મદા ડેમે આજે 70 વર્ષમાં પ્રથમવાર 138 મીટરની ઐતિહાસિક સપાટી વટાવી દીધી છે. જેને પગલે ગુજરાતની ભાજપ સરકાર અને સંગઠને 17 સપ્ટેમ્બર એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70માં જન્મ દિવસે આ ઐતિહાસિક ઘટનાનો ઉત્સવ ‘નમામી દેવી નર્મદે’ની ઉજવણી કરશે. આમ નર્મદા ડેમે 70 વર્ષની ઐતિહાસિક સપાટી વટાવી છે અને પીએમ મોદી 70માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. જેથી નર્મદા બંધને છલોછલ જોવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જન્મદિને નર્મદા બંધ પર આવશે. આ ઐતિહાસિક ક્ષણે પીએમ મોદી નર્મદાના નીરના વધામણાં કરશે. જેને પગલે રેન્જ આઈ.જી.અભય ચુડાસમાએ લેખિત ઓર્ડર કરી છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, ભરૂચ એમ ચાર જિલ્લાના પોલીસ અધિકારીઓની રજા રદ કરી છે. તેમજ બીજા કર્મચારીઓની રજા કેન્સલ કરી તેમને પરત બોલાવામાં આવ્યા છે.