નવરચિત મંત્રીમંડળમાં હર્ષ સંઘવીએ DYCM તરીકે શપથ લીધા

0
279

હર્ષ સંઘવીએ DYCM બનાવાયા છે. જીતુ વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા અને રમણ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. તો ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ પાનસેરિયા, ડો. મનીષા વકીલે રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે શપશ લીધા છે. કાંતિ અમૃતિયા, રમેશ કટારા, દર્શનાબેન વાઘેલા, કૌશિક વેકરીયા, પ્રવીણ માળી, જયરામ ગામીત, ત્રિકમ છાગા, સંજય મહીડા, કમલેશ પટેલે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે. ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નવા મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.