નવરાત્રિને લઈને 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકર કે પબ્લીક એડ્રેસ સીસ્ટમ વગાડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બહાર પાડ્યું છે.
જેમાં 29 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી રાત્રિના 12 કલાક તેમજ પછીથી રાત્રિના 10 કલાક સુધી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જેમાં પીએસઆઈ કે તેનાથી ઉપરનો હોદ્દો ધરાવતા તમામ અધિકારીઓ જાહેનામાનો ભંગ કરનાર સામે પગલાં લઈ શકશે. હુકમનો ભંગ કરનાર કલમ 188 હેઠળ બીનજામીન પાત્ર ગુના માટે શિક્ષાને પાત્ર થશે. આ અંગે બહાર પાડવામા આવેલા જાહેરનામાનો આગામી દિવસોમા કડકપણે અમલ કરાવવામા આવશે તેમ જણાવવામા આવ્યુ છે. નવરાત્રિના દિવસો દરમિયાન આ જાહેરનામાનો અમલ ફરજિયાત કરવાનો રહેશે.