નવરાત્રીમાં ખેલૈયાઓના ઉત્સાહ પર પાણી ફેરવે તેવી આગાહી

0
233

એક તરફ રાજ્યમાં ચોમાસાની વિદાય થઇ ગઇ છે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવરાત્રીના બાકીનાં નોરતાંમાં ખેલૈયાઓનો ખેલ બગાડે એવી વરસાદની શક્યતા છે.ગુરુવારને 27 સપ્ટેમ્બરના રોજ સવારના 6.00 થી સાંજના 4.00 વાગ્યા સુધીમાં ફક્ત 1 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ઉમરગામમાં 11 મીમી વરસાદ વરસ્યો છે.