ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ સોમવારે રાત્રે 10:00 વાગ્યે શ્રીહરિકોટાથી PSLV રોકેટ દ્વારા તેનું Spadex મિશન (સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ) લોન્ચ કર્યું હતું. ISROએ તેને ભારતના સ્પેસ પ્રોગ્રામમાં ‘એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ’ ગણાવ્યું છે.એવું માનવામાં આવે છે કે, ISROના Spadex મિશનની સફળતા ભારતીય સ્પેસ સ્ટેશન (BAS)નું નિર્માણ અને ચંદ્રયાન-4 મિશનની સફળતા નક્કી કરશે. આ જ કારણ છે કે આ લોન્ચિંગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.આ મિશનમાં બે સેટેલાઈટ છે. પ્રથમ ચેઝર અને બીજું ટારગેટ. ચેઝર સેટેલાઇટ ટારગેટને પકડી લેશે. તેની સાથે ડોકીંગ કરશે. આ સિવાય એક વધુ મહત્વપૂર્ણ ટેસ્ટ હોઈ શકે છે. સેટેલાઈટમાંથી એક રોબોટિક આર્મ બહાર આવ્યો છે, જે હૂક દ્વારા એટલે કે ટિથર્ડ રીતે ટારગેટને પોતાની તરફ ખેંચશે. આ ટારગેટ અલગ ક્યુબસેટ હોઈ શકે છે.