નવા સંસદ ભવનના ઉદ્ઘાટનમાં ક્યા ક્યા દળો થશે સામેલ….

0
163

નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે (28 મે) કરશે, પરંતુ આ પહેલા તેને લઈને ભાજપ અને વિપક્ષી દળોમાં નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે.

કોંગ્રેસ સહિત 20 વિપક્ષી દળો, મુખ્યમંત્રી મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ, શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ ઉદ્ઘાટન સમારોહમાં ભાગ ન લેવાની જાહેરાત કરી છે, તો બીજી તરફ ઘણા વિરોધ પક્ષો છે જેમણે કહ્યું કે તેઓ કાર્યક્રમમાં જશે.કોંગ્રેસ, ટીએમસી, દ્રવિડ મુનેત્ર કડગમ (ડીએમકે), મુખ્યમંત્રી નીતિશ કુમારનું જનતા દળ (યુનાઈટેડ), સીએમ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી, એનસીપી, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે), માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, સામ્યવાદી પાર્ટી ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, ઝારખંડ મુક્તિ મોરચા, નેશનલ કોન્ફરન્સ, કેરળ કોંગ્રેસ (મણિ), રિવોલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટી, વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી (VCK), મારુમાલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ (MDMK) અને રાષ્ટ્રીય લોકદળ હાજરી આપશે નહીં.સામૂહિક બહિષ્કારની જાહેરાત કરતા આ પક્ષોએ કહ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું ઉદ્ઘાટન ન કરવું એ લોકશાહી પર હુમલો છે. આ પછી, તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરની ભારત રાષ્ટ્ર સમિતિ પાર્ટી (BRS) એ પણ અલગથી કહ્યું કે તે સમારોહમાં ભાગ લેશે નહીં.નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહના બહિષ્કારને લઈને માનવામાં આવી રહ્યું હતું કે તમામ વિપક્ષી દળો આ મામલામાં એક સાથે છે, પરંતુ પૂર્વ કેન્દ્રીયમંત્રી ચંદ્રાબાબૂ નાયડૂની તેલુગૂ દેશમ પાર્ટી (TDP),શિરોમણિ અકાલી દળ (SAD)અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ જગન મોહન રેડ્ડીની વાઈએસઆર કોંગ્રેસ પાર્ટી (YSRCP)અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકની બીજૂ જનતા દળે બુધવારે કહ્યું કે તે સંસદ ભવનના ઉદ્ઘઘાટન કાર્યક્રમમાં જશે. તો પૂર્વ મુખ્યમંત્રી માયાવતીની બહુજન સમાજ પાર્ટીએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી.