નવા સચિવાલયમાં ઝેરોક્ષ ઓપરેટરે કર્યો કરોડોનો કાંડ…

0
67

ગાંધીનગરમાં નોંધાયેલી ફરિયાદ મુજબ લોકોનું કરોડોનું ફૂલેકું ફેરવી જનાર ભેજાબાજ ઝેરોક્ષ ઓપરેટરનું નામ શૈલેષ ઠાકોર છે. શૈલેષે નવા સચિવાલયમાં ઝેરોક્ષ મશીન ચલાવવાનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો.જેનો સંપર્ક અમદાવાદના ચાંદખેડામાં રહેતા અમિત ભાવસાર સાથે થયો હતો જે ઝેરોક્ષ મશીન રીપેર કરવાનું કામ કરતો હતો. એક દિવસ શૈલેષે અમિતને ફોન કરીને દુકાને બોલાવ્યો અને જણાવ્યું કે GPSCમાં વર્ગ-3ની ચાર જેટલી જગ્યા ખાલી છે. કોઈને નોકરી જોઈતી હોય તો 5 લાખ રૂપિયામાં કામ થઈ જશે.શૈલેષની વાત સાંભળીને અમિતે આ માટે કોઈ ખાસ રસ દર્શાવ્યો નહતો. બાદમાં અમદાવાદમાં ઝેરોક્ષ મશીન રીપેર કરવા જતાં ત્યાંના દુકાન માલિકને વાત કરતા તેમને સરકારી નોકરી મેળવવામાં રસ દાખવ્યો અને તેમને શૈલેષનો સંપર્ક કર્યો. આમ એક બાદ એક 27 લોકોએ શૈલેષનો સંપર્ક કર્યો અને શૈલેષે દરેકની કેપેસિટી જોઈને દરેક પાસેથી 2થી 5 લાખ રૂપિયા લીધા. શૈલેષે પૈસા લીધાના 1.5 વર્ષ બાદ પણ કોઈને સરકારી નોકરીના કોલ લેટર ના મળતાં લોકોએ શૈલેષ પાસે પૈસાની ઉઘરાણી શરૂ કરી.. લાંબા સમયથી લોકોને તેમના રૂપિયા ન મળતાં મધ્યસ્થી થયેલા અમિત ભાવસારે આ મામલે શૈલેષ ઠાકોર સામે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.