પંચમહાભૂતમાં વિલિન થયા હીરાબા, PM મોદી સહિત પુત્રોએ આપ્યો અગ્નિદાહ

0
143

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન થયું છે. બુધવારે તેમની તબિયત ખરાબ હોવાના કારણે તેમને અમદાવાદની યુ એન મહેતા ઈન્સ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ માતાના નિધન પર ટ્વીટ કરીને લખ્યું કે શાનદાર શતાબ્દીનું ઈશ્વર ચરણોમાં વિરામ…મા મે હંમેશા તે ત્રિમુર્તિની અનુભૂતિ કરી છે જેમાં એક તપસ્વીની યાત્રા, નિષ્કામ કર્મયોગીનું પ્રતિક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવન સમાહિત રહ્યું છે. હું જ્યારે તેમને 100માં જન્મદિવસ મળ્યો તો તેમણે એક વાત કરી હતી જે હંમેશા યાદ રહે છે કે બુદ્ધિથી કામ લો, પવિત્રતાથી જીવો. એટલે કે કામ કરો બુદ્ધિથી અને જીવન જીવો શુદ્ધિથી. હીરાબાના નિધનથી શોકનો માહોલ છે.અંતિમ સંસ્કારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભવો હાજર રહ્યા
પીએમ મોદીના માતા હીરાબાના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર ગાંધીનગરના સેક્ટર 30 ખાતે સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કુંવરજી બાવળિયા, શંકરસિંહ વાઘેલા, પ્રફૂલ પાનસેરિયા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓ હાજર રહ્યા.