પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાને લોકસભાની ચૂંટણીને લઈ કર્યો દાવો …!!

0
177

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાને લોકસભાની ચૂંટણીને લઈ દાવો કર્યો હતો કે બીજેપીએ ચૂંટણી પ્રચાર માટે પહેલાંથી જ તમામ હેલિકૉપ્ટર બુક કરી રાખ્યાં છે એટલે કેન્દ્ર સરકાર ડિસેમ્બરમાં જ ચૂંટણી કરાવી શકે છે. નિર્ધારીત કાર્યક્રમ મુજબ આવતા વર્ષે એપ્રિલ મહિનામાં ચૂંટણી યોજાશે. ટીએમસીની યુથ વિન્ગની રૅલીને સંબોધતાં મમતા બૅનરજીએ કહ્યું કે જો સતત ત્રીજી વખત બીજેપી સત્તામાં આવશે તો દેશ તાનાશાહી તરફ આગળ વધશે. તેમણે કહ્યું કે કેટલાક ગેરકાનૂની ગતિવિધિમાં સંડોવાયેલા છે. ગેરકાયદે ફટાકડાની ફૅક્ટરી ચલાવી રહ્યા છે, જેમાં ધમાકા થયા છે.કેટલાક પોલીસકર્મીના સમર્થનથી આ કરવામાં આવી રહ્યું છે. મમતાએ કહ્યું કે મારું પાકું અનુમાન છે કે લોકસભાની ચૂંટણી ડિસેમ્બર ૨૦૨૩માં યોજાશે. તેમણે કહ્યું કે બીજેપી પહેલાં જ પૂરા દેશમાં અલગ-અલગ સ​મુદાયો વચ્ચે દુશ્મની ફેલાવી ચૂકી છે. હવે જો તેઓ ફરી સત્તામાં આવશે તો પૂરા દેશમાં નફરત ફેલાઈ જશે.