પાટીલને મળી શકે છેદિલ્હીમાં મોટું પદ સોંપવાની ચાલી રહી છે તૈયારી

0
274

બીજેપી હવે 2023ની ચૂંટણીની કામગીરીઓમાં લાગી ગયું છે, ત્યારે ગુજરાતને ઐતિહાસિક જીત અપાવનાર નવા રણનીતિકાર સીઆર પાટીલનું પ્રમોશન નક્કી માનવામાં આવી રહ્યું છે. બીજેપી પાટીલની આવડતનો ઉપયોગ લોકસભાની ચૂંટણી તથા અન્ય રાજ્યોની ચૂંટણીમાં કરી શકે છે ત્યારે 2023 માં સીઆર પાટીલને મોટી જવાબદારી મળી શકે છે.

ગુજરાતમાં બીજેપીને મોટી જીત અપાવનારા સીઆર પાટીલનું પ્રમોશન નક્કી હોવાનું માનવામાં આવે છે. જુલાઈ 2020 માં પ્રદેશ અધ્યક્ષની કમાન સંભાળનારા સીઆર પાટીલ નવસારીથી ત્રીજીવાર સાંસદ બન્યા હતા, તેના બાદ તેઓએ સતત બીજેપીને જીત અપાવી છે. ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે તેઓએ પોતાની જવાબદારી બખૂબી નિભાવી. પાર્ટીને ઐતિહાસિક જીત મળી. ત્યારે હવે પાટીલને પ્રમોશન મળવાનું લગભગ નક્કી છે. પાર્ટી પાટીલને શું પ્રમોશન આપવા તેના પર વિચારી રહી છે. શુ પાટીલને મોટી જવાબદારી મળશે. તેને લઈને અનેક અટકળો ચાલી રહી છે. તેમને સંગઠનમાં મોટી જવાબદારી આપવાનું લગભગ નક્કી છે. તેમને કેન્દ્રીય ટીમમાં સ્થાન મળી શકે છે. અથવા તો કેન્દ્રમાં મંત્રી બનાવીને તેમને રાજકીય રીતે મહત્વના રાજ્યોનો ભાર સોંપવામાં આવી શકે છે. એવી પણ ચર્ચા છે કે, પાટીલ હવે જેપી નડ્ડા સાથે મળીને કામ કરે અને બાદમાં પાર્ટીમાં રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સંભાળે.