પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે વડાપ્રધાન મોદી (PM Modi) અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ખુલ્લી થાર જીપમાં રોડ શો માં નીકળ્યા હતા. આ દરમિયાન ગુજરાતના પનોતા પુત્રનું ભવ્ય સ્વાગત કરાયું હતું. પીએમ મોદીનું આ શક્તિ પ્રદર્શન સંપૂર્ણપણે ચૂંટણી કેન્દ્રીત હોવાનું જાણકારો કહે છે. ત્યારે આજે પ્રધાનમંત્રી મોદીએ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે સાંજે 7 કલાકે SP સ્ટેડિયમમાં ખેલ મહાકુંભ 2022ને ખુલ્લો મુકી હજારોની જનમેદનીને સંબોધન કર્યું હતું.
પીએમ નરેન્દ્ર મોદીએ હજારોની જનમેદનનીને સંબોધિત કરતા કહ્યું કે, ખેલ મહાકુંભ 2022 અંતર્ગત હવે હિન્દુસ્તાનના ખેલાડીઓની સાથે ગુજરાતના ખેલાડીઓ પણ જોડાશે. તમારા પુત્ર કે પુત્રીને રમતમાં રસ હોય તો તેમાંથી બહાર કાઢો તમે પુસ્તકમાં પાછો ન ખેંચો અને તેમને રમત પર ધ્યાન કેન્દ્રીત કરવા દો. જેથી તેઓ દુનિયામાં ભારત દેશના નામ રોશન કરી શકે. 2018માં દેશની પહેલી નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટી બનાવી હતી. ઉત્તર પ્રદેશ મેજર ધ્યાનચંદ યુનિવર્સિટી શરૂ થવા જઈ રહી છે. આપણા ગુજરાતમાં પણ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્સ્ટ યુનિવર્સિટી એક મોટું ઉદાહરણ છે.