પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ પાણીમાં….

0
274

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટનું બાળમરણ થઈ ગયું છે. પીએમ મોદીએ બહુ મોટાપાયે સમુદ્રના ખારા પાણીને મીઠું બનાવવાના પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. પરંતુ રાજ્ય સરકારની અવગણના કારણે આવો મહાકાય પ્રોજેક્ટ પાણીમાં બેસી ગયો. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ પર કોઈ ધ્યાન ન આપ્યું. પ્રોજેક્ટ માટે લાવવામાં આવેલા મોંઘાદાટ વાહનો ધૂળ ખાઈ રહ્યાં છે. સરકારે તેની જાળવણીની પણ કોઈ વ્યવસ્થા ન કરી. ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કેગના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.

થોડા વર્ષો પહેલા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ ગુજરાત આવ્યા હતા. પ્રધાનમંત્રીએ તેમની સાથે મળીને કરોડો રૂપિયાના પ્રોજેક્ટની જાહેરાત કરી હતી, જેમાં દરિયાના ખારા પાણીને મીઠુ બનાવવાનો પ્રોજેક્ટ હતો. કચ્છ અને દ્વારકાના ખારા પાણી શુદ્ધ કરવા માટે મૂકવામાં આવેલી કરોડો રૂપિયાની જીપ ઘૂળ ખાઈ રહી છે. ઈઝરાયેલથી લાવવામા આવેલી આ ટેકનોલોજી નિરર્થક સાબિત થઈ છે.