પીએમ મોદી ચીન પહોંચ્યા, રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત : જિનપિંગ અને પુતિન સાથે મુલાકાત કરશે

0
354

પીએમ નરેન્દ્ર મોદી પોતાની જાપાનની મુલાકાત પૂર્ણ કર્યા પછી ચીનના તિયાનજિન શહેર પહોંચ્યા છે. એરપોર્ટ પર લાલ જાજમ બિછાવીને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શંઘાઈ સહયોગ સંગઠન સમિટમાં ભાગ લેવા માટે વડા પ્રધાન મોદી તિયાનજિન પહોંચ્યા છે. 2020માં ગલવાન અથડામણ પછી પીએમ મોદીની આ પહેલી ચીનની મુલાકાત છે. પીએમ મોદી સાત વર્ષ પછી ચીન પહોંચ્યા છે

પીએમ મોદી જિનપિંગ અને પુતિન સાથે મુલાકાત કરશે
આ દરમિયાન તેમની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત થશે. SCO સમિટ 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન ચીનમાં યોજાશે. 20 થી વધુ દેશોના નેતાઓ તેમાં ભાગ લેશે. ભારત 2017થી એસસીઓનું સભ્ય છે. એસસીઓ શિખર સંમેલનમાં મોદી પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને પગલે સરહદ પારના આતંકવાદ સામે ભારતનું વલણ સ્પષ્ટ કરે તેવી અપેક્ષા છે.