પેટ્રોલ-ડિઝલના નવા ભાવ જાહેર થયા ….

0
245

ઈન્ટરનેશનલ બઝારમાં કાચા તેલમાં થોડી તેજી અને મંદીનો માહોલનો દૌર ચાલી રહ્યો છે. જોકે, પેટ્રોલ ડિઝલની કિંમતો પર તેની કોઈ ખાસ અસર જોવા નથી મળી રહી. આ દરમિયાન ઓઇલ માર્કેટિંગ કંપનિઓએ સવારે છ વાગ્યે પેટ્રોલ-ડિઝલના નવા ભાવ જાહેર કર્યા છે. છતા પણ દેશભરમાં અલગ-અલગ શહેરોમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં કોઈ ખાસ ફેર નથી જોવા મળ્યો. પરંતું ઘણા શહેરો અથવા રાજ્યોમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો-ઘટાડો જોવા મળ્યો છે.છત્તીસગઢ, બિહાર, આસામ, કેરળ અને ઝારખંડ સાથે ઘણા રાજ્યોમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ત્યારે હરિયાણા, હિમાચલ, જમ્મૂ-કશ્મીર અને કર્ણાટક સાથે ઘણા શહેરોમાં પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટ્યા છે.