આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, આજે 13 જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3000 ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તેમાંથી 217 કેસ પોઝિટિવ આવ્યા છે. ગુજરાત આંકડાની દ્રષ્ટીએ ક્યાં નંબર પર છે તે મહત્વપૂર્ણ નથી. રાજ્યમાં આજે 150 વેન્ટીલેટર ઉપલબ્ધ થયા. જ્યારે 80 ટકા કેસો હોટસ્પોટ વિસ્તારમાં નોંધાયા છે. કુલ 2,624 દર્દીમાંથી 28 દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે 2226ની હાલત સ્થિર છે અને 258 દર્દી સાજા થઈને ઘરે પાછા ફર્યાં છે અને 112 દર્દીના મોત થયા છે. અત્યાર સુધીમાં 42,384 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી કુલ 2,624ના રિપોર્ટ પોઝિટિવ અને 39,760ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.