પોતાની માંગ માટે રસ્તા પર ઉતર્યા પૂર્વ આર્મી જવાનો….

0
345

એક્સ આર્મી મેનના પ્રશ્નોને લઈને ગાંધીનગરમાં આજે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યરે અમદાવાદ એરપોર્ટ રોડ પર પૂર્વ સૈનિકોએ પોતાની માંગણીઓને લઈને ચક્કાજામ કર્યું છે. ગાંધીનગરમાં માજી સૈનિકોની અટકાયત કરાતા વિરોધ થયો છે. માજી સૈનિકોને મુક્ત કરવા ઉઠાવી માંગ કરી છે. માજી સૈનિકોએ એરપોર્ટ રોડ પર ચક્કાજામ કરતા ટ્રાફિક સર્જાયો છે. પોલીસ ભરતીમાં અનામત મુદ્દે માજી સૈનિકો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે આજે સવારે ગાંધીનગર ખાતે ઉપવાસ છાવણી પર બેઠેલા એક્સ આર્મીમેનને પોલીસે અટકાયત શરૂ કરી હતી. માજી સૈનિકો રેલી કરે તે પહેલાં જ અટકાયત કરવામાં આવી હતી. સૈનિકો સત્યાગ્રહ છાવણીથી સચિવાલય અને કમલમ સુધી રેલી કરવાના હતા. સરકારી ભરતીમાં 10% અનામતની જગ્યા સંપૂર્ણ ભરવા માટે માંગ કરી છે. ત્યારે છાવણી પર ધરણા કરતા આગેવાનો અને માજી સૈનિકોની અટકાયત કરાઈ હતી.