પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત….

0
275

ભારત સરકાર દ્વારા પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. આજે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ભારતના મહાનુભાવો કે જેમણે દેશ માટે વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપ્યું છે તેઓને પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે.દેશની જાણીતી હસ્તીઓની વાત કરીએ તો નારાયણ મુર્તિના પત્ની અને જાણીતા લેખક સુધા મુર્તિને પદ્મ ભુષણ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય જાણીતા બિઝનેસમેન કુમાર મંગલમ બિરલાને પદ્મ ભુષણ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે.

તો દિવંગત બિઝનેસમેન રાકેશ ઝૂનઝુનવાલાને મરણોપરાંત પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય RRR ફિલ્મના સંગીતકાર એમ એમ કિરવાણી અને અભિનેત્રી રવિના ટંડનને પદ્મ શ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે.