કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સ્પષ્ટ જણાવી દીધું કે તેઓ સાધ્વી પ્રજ્ઞા પર આપેલ નિવેદનને પરત લેશે નહીં. તેમણે કહ્યું કે મેં મારી સ્થિતિ સ્પષ્ટ કરી છે. હું મારા નિવેદન પર અડગ છું અને માફી માગીશ નહીં.
રાહુલ ગાંધી પોતાના નિવેદન પર અડગ ,નિવેદન પરત નહીં લેવાની કરી વાત ,ભાજપે મોશન ઓફ પ્રિવિલેજનો ઉપયોગ કરવાનું જણાવ્યું
રાહુલનું આ નિવેદન ત્યારે આવ્યું છે, જ્યારે પ્રજ્ઞાને આતંકી કહેવા પર ભારતીય જનતા પાર્ટીએ તેમના વિરૂદ્ધ જંગ છેડ્યો. સદનમાં સાધ્વી પ્રજ્ઞાએ માફી માગ્યા બાદ ગોડ્ડાથી ભાજપના સાંસદ ડોક્ટર નિશિકાંત દુબેએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું તેમની સામે મોશન ઓફ પ્રિવિલેજનો ઉપયોગ કરશે. નિશિકાંતે રાહુવના નિવેદનને મહાત્મા ગાંધીની હત્યાથી પણ બદતર કૃત્ય ગણાવ્યું હતું. તેમણે શિવસેનાને પણ ઝપટમાં લેતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ સત્તા અને લાલચ માટે કોઇપણ હદ સુધી જઇ શકે છે. મહારાષ્ટ3માં શિવસેનાની સાથે સરકાર બનાવી લીધી. શિવસેનાએ સામનામાં ગોડસેને દેશભક્ત ગણાવ્યા છે.