છત્તીસગઢમાં બસ દુર્ઘટનામાં 12 લોકોએ જીવ ગુમાવ્યા…

0
58

છત્તીસગઢનાં દુર્ગમાંએક મોટો રોડ અકસ્માત થયો છે. દુર્ગ જિલ્લાના કુમ્હારીમાં એક બસ 50 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ બસમાં પસાર થઈ રહેલા અનેક લોકોનાં મોત નિપજ્યાં હોવાના પણ સમાચાર છે.આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ મૃતકોમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે. 15થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.મંગળવારની મોડી રાત્રે ડ્યુટી પરથી પરત ફરતી વખતે કર્મચારીઓથી ભરેલી બસ ખાઈમાં પડી હતી. આ બસમાં કેડિયા ડિસ્ટિલરી ફેક્ટરીના 40 જેટલા કર્મચારીઓ પસાર થઈ રહ્યા હતા. આ ઘટનાની માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તરત જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. મોડી રાત સુધી બચાવ કામગીરી ચાલુ રહી હતી.આ ભયંકર દુર્ઘટનાનાં સમાચાર મળતાંની સાથે જ પીએમ નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્ય પ્રધાન વિષ્ણુ દેવ સાંઈએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. છત્તીસગઢના ડેપ્યુટી સીએમ વિજય શર્મા ઘાયલોને મળવા મોડી રાત્રે રાયપુર એઈમ્સ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે આ અકસ્માતની ગંભીરતાથી મેજિસ્ટ્રેટ તપાસ કરવામાં આવશે. ઘાયલોએ ડેપ્યુટી સીએમને જણાવ્યું કે જે બસ ખાઈમાં પડી હતી. આ ભયંકર અકસ્માત પર મૃતકોનાં પરિવારને સાંત્વના આપતાં પીએમ મોદીએ એક્સ પર લખીને જણાવ્યું હતું કે, “છત્તીસગઢના દુર્ગમાં થયેલ બસ દુર્ઘટના અત્યંત દુઃખદ છે, જે લોકોએ તેમાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. આ સાથે હું ઘાયલોના ઝડપથી સાજા થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં વ્યસ્ત છે.”