કૉન્ગ્રેસે થોડા સમય પહેલાં ચિંતન શિબિર યોજી હતી. હવે ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે ગઈ કાલે એના વિશે એક પોસ્ટમાં લખ્યું હતું કે ‘ઉદયપુર ચિંતન શિબિરના પરિણામ વિશે કમેન્ટ્સ કરવા મને વારંવાર કહેવામાં આવે છે. મારી દષ્ટિએ આ ચિંતન શિબિર યથાસ્થિતિને લાંબી ખેંચવા અને ઓછામાં ઓછું ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં માથે તોળાઈ રહેલી હાર સુધી કૉન્ગ્રેસના નેતૃત્વને વધારે સમય આપવા સિવાય કંઈ પણ સાર્થક હાંસલ કરવામાં નિષ્ફળ રહી છે.’