Home News Gujarat ફસાયેલા પક્ષીને બચાવતી વખતે ફાયર વિભાગના કર્મચારીનું મોત…

ફસાયેલા પક્ષીને બચાવતી વખતે ફાયર વિભાગના કર્મચારીનું મોત…

0
164

ગુજરાતીઓએ બે દિવસ ધૂમધામથી ઉત્તરાયણ પર્વ ઉજવ્યો છે. ત્યારે આ ખુશીના માહોલમાં દુખદ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં ફસાયેલા પક્ષીને બચાવતી વખતે હાઇ ટેન્શન લાઇનનો કરંટ લાગતા ફાયર વિભાગના કર્મચારીનું મોત નીપજ્યુ છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ફાયર વિભાગનો કર્મચારી શહેરના બોપલ વિસ્તારમાં ફસાયેલા પક્ષીને બચાવવા ગયા હતા. આ દરમિયાન ફાયર વિભાગના અધિકારીને હાઇ ટેન્શન લાઇનનો કરંટ લાગતા મોત નીપજ્યુ છે. આ સમાચારને પગલે પરિવાર અને ફાયરના આખા સ્ટાફમાં દુખનો માહોલ છવાયો છે.ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. રેસ્ક્યૂ કરતી વખતે હાઇ ટેન્શનની લાઇન ચાલુ કેમ રહી ગઈ તે મોટો પ્રશ્ન છે. આ કારણોની તપાસ કરવામાં આવશે.