રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિવત પૂજા વિધિ આજથી શરૂ…

0
75

વર્ષોથી જેની રાહ જોવાઈ રહી હતી તેની આજથી શરૂઆત થઈ રહી છે. અયોધ્યામાં 22મીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવા જઈ રહી છે તેની વિધિવત પૂજા વિધિ આજથી 16મી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું હતું કે, મંગળવારથી શરૂ થનારી પૂજાવિધિ 22મી સુધી ચાલશે.
જેમાં રામ મંદિરથી જોડાયેલા અન્ય પૂજાવિધિ કાર્યક્રમ શરી કરી દેવામાં આવશે. આજે 16મીએ પ્રાયશ્ચિત, દશવિધ સ્નાન, વિષ્ણુ પૂજન, ગોદાન વગેરે કરવામાં આવશે. 17મીએ શોભાયાત્રા, સરયૂનું જળ મંદિરે પહોંચશે, 18મીએ ગણેશ અંબિકા પૂજન, વાસ્તુ પૂજન થશે. 19મીએ અગ્નિ અને નવગ્રહ સ્થાપના, હવન કરાશે વગેરે પૂજાવિધિ 21મી સુધી ચાલશે.
શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે, જે પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે તેને 18 જાન્યુઆરીએ ગર્ભગૃહમાં પોતાના આસન પર વિધિવત્ સ્થાપિત કરવામાં આવશે.