ફૂડકોર્ટની પડતર દુકાનો પર વેપારીઓનો ગેરકાયદે કબજો …?!

0
709

ગાંધીનગર:પાટનગરના સ્વાદરસિયાઓ અને મુલાકાતીઓને સુવિધા માટે શરૂ કરાયેલ સે.૧૬ ખાતેની ફૂડકોર્ટ ફાળવણી પ્રક્રિયાથી લઈઆજદિન સુધી પેટાભાડા,વેચાણ અને સફાઈથી માંડી અનેકવિધ વિવાદોમાં અટવાતી રહી છે.

ઉચ્ચકક્ષાએથી ફાળવણી વિના પડતર રહેલ ફૂડકોર્ટની દુકાનો માટેના હરાજીના આદેશનો અમલ હજીસુધી ન થતાં પડતર દુકાનો પર મોટાભાગના વેપારીઓ દ્વારા કાચા પાકા શેડ લગાવી, શટર ખોલીને ગેરકાયદે કબજો જમાવીને ઉપયોગ કરવામાં આવી રહ્યોછે. તંત્રની વેપારીઓ સાથેની મિલિભગતને કારણે ફૂડકોર્ટમાં નિયમ બહાર મોટા શેડ,
પાણીની અન્ડર ગ્રાઉન્ડ ટાંકીસહિત અન્ય ગેરકાયદે પ્રવૃત્તિ પણ થઈ રહી છે.પાટનગરના હાર્દસમા ઘ-૫ નજીકની ફૂડકોર્ટ સતત વિવાદનું કેન્દ્ર રહી છે. અન્ય સ્થળોએનાના-મોટા વેપાર-ધંધા કરી પેટીયું રળનાર ગરીબ વેપારીઓ
પર તૂટી પડીને ધાક જમાવતું તંત્ર આ ફૂડકોર્ટ પર હંમેશા મહેરબાન રહ્યું છે. ગેરકાયદે શેડ ઊભા કરી ગંદકી વચ્ચે લોકોના આરોગ્યસામે ગંભીર જોખમ જેવી બાબતો સામે તંત્રના આંખ આડા કાન ધરવાની વૃત્તિ શંકા જન્માવે એ
સ્વાભાવિક છે. અહીં દુકાનના ભાડા ૨૫ હજાર જેવા જંગી હોવાનું ચર્ચાય છે ત્યારે સરકાર હસ્તકરહેલી પડતર બંધ દુકાનો પર કબજો જમાવનાર વેપારીઓ પાસેથી દંડ-ભાડા વસૂલી દુકાનો પરત મેળવવાની હિંમત કે ઇમાનદારી
તંત્ર દાખવશે ખરું…?!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here