બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાનું રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત

0
122

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાનું શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં બંને દેશોના પ્રધાનો અને પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી.બાંગ્લાદેશનાં પીએમનું સ્વાગત કરવા આ પ્રસંગે વિદેશ મંત્રી એસ જયશંકર, કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા, રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહ અને કીર્તિ વર્ધન સિંહ પણ હાજર હતા.