ગુજરાત સરકારે બિનસચિવાલય મુદ્દે થઈ રહેલા વિરોધની ગંભીરતાને જોતા હાર્દિક પ્રજાપતિ અને યુવરાજ જાડેજા સહિત 5 પ્રતિનિધિઓને બેઠક માટે બોલાવવામાં આવ્યા. આ આમંત્રણને પગલે ઉમેદવારો પુરાવા લઈને પ્રદીપસિંહ જાડેજાને મળવા પહોંચ્યા છે. પ્રદીપસિંહ જાડેજા બિનસચિવાલય મુદ્દે આજે પ્રેસકોન્ફરન્સ યોજીને મોટી જાહેરાત કરશે.પ્રદીપસિંહ જાડેજાએ ગેરરીતિના પૂરાવા સાથે ઉમેદવારોને બોલાવ્યા હતા જેને પગલે હાર્દિક પ્રજાપતિ અને યુવરાજ જાડેજા સરકારની સાથે બેઠક કરવા પહોંચ્યા હતા. સરકાર સાથે ચર્ચા કરવા પ્રતિનિધિઓને બોલાવાયા હતા. બિન સચિવાયલ અંગે સરકાર મોટો નિર્ણય લઇ શકે છે. બપોર બાદ રાજય સરકાર મોટો નિર્ણય લેશે.
સરકાર અને ઉમેદવારો વચ્ચે સમાધાન થવાની સંભાવના સેવાઈ રહી છે. બેઠક બાદ આવી શકે મોટો નિર્ણય લેવામાં આવશે. હાલમાં CCTV ફૂટેજ તપાસવાની કામગીરી ચાલું છે.
પરીક્ષામાં ચોરી કરનાર લોકોને સરકારે ઓળખી કાઢ્યા હોવાનું જણાવાયુ હતુ.
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવાઈ હતી. 6 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ક્લાર્કની 3910 જગ્યા ખાલી હતી જેના માટે પરીક્ષા લેવાઈ હતી. કુલ 3173 કેન્દ્રો પરથી પરીક્ષા લેવાઈ હતી. પરીક્ષા બાદ 39 લેખિત ફરિયાદ મળી હતી. કોંગ્રેસે વીડિયો ફૂટેજ રજૂ કર્યા હતા. 5 જિલ્લામાંથી 41 ફરિયાદ મળી છે.