બેન્કો માત્ર અરજીના આધારે લોન પાસ કરશે: CM

0
965

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર ભારતની વાત કર્યા બાદ અને કેન્દ્રિય નાણમંત્રી દ્વારા વિવિધ પેકેજની જાહેરાત કરવામાં આવ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાનો લાભ 10 લાખ લોકોને મળશે. યોજના હેઠળ બેન્કો પાસેથી લોનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બેન્કો માત્ર અરજીના આધારે લોન પાસ કરશે. નાનાં વેપારીઓ, વ્યવસાયીઓને, ફેરિયાઓ, રિક્ષાચાલકો વગેરેને 1 લાખ રૂપિયાની લોન 2 ટકાના વાર્ષિક વ્યાજે મળશે. જ્યારે 6 ટકા વાર્ષિક વ્યાજ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે, પ્રથમ છ મહિના વ્યાજ અને મુદ્દલ ચૂકવવું નહીં પડે તેમ મુખ્યમત્રીએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here