ભાજપ સ્થાપિત હિતોને છાવરી ગરીબોના ખિસ્સા ખંખેરે છે : નિશિત વ્યાસ

0
703

ભાજપના રાજમાં સરકાર અને સ્થાપિત હિતોની મિલીભગતથી આમપ્રજા અને ખેડૂતવર્ગ પારાવાર મુશ્કેલીમા મૂકાયો હોવાનો આક્ષેપ કરતાં કોંગ્રેસે રાજ્યના પુરવઠામંત્રીના રાજીનામાની માગણી કરી છે. કોંગ્રેસના પ્રદેશ અગ્રણી
નિશિત વ્યાસે અચ્છે દિનના ભ્રામક વચનો આપીને સત્તામાં આવેલ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું છે
કે દેશમાં મોંઘવારીનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. તેલ, પેટ્રોલ, ડીઝલ, દાળ, દૂધ અને
શાકભાજી જેવી જીવનજરૂરિયાત માટેની રોજિંદી ચીજવસ્તુઓના ભાવમાં બેફામ વધારો થતાં અચ્છે
દિનના સૂત્રો ગવજતા ભાજપની મોંઘવારીને મુદ્દે બોલતી બંધ થઈ ગઈ છે. શાકભાજી, ફળો, દાળ, તેલમાં ૧૨ થી ૪૦ ટકાનો અને પેટ્રોલ-ડીઝલમાં પણ ભાવવધારો થતા ગરીબ-મધ્યમ વર્ગના લોકોનું જીવવું દુષ્કર બન્યું છે. ભાજપના રાજમાં મનફાવે એમ ભાવવધારો કરીને તેલિયા રાજાઓ, સંગ્રહખોરો, કાળા બજારીયા અને વચેટીયાઓ કમાણી કરી રહ્યાં છે. બેકાબુ બનેલ મોંઘવારીમાં સિંગતેલ, કપાસિયા, પામોલીન તેલની આગ ઝરતી તેજીએ ગરીબ મધ્યમ પરિવારોને અસહ્ય મુશ્કેલીઓમાં મૂકી દીધા છે. તેલના ભાવોમાં બેફામ થઈ રહેલા વધારા અને પ્રજાની દયનીય દશા માટે ગુજરાત
સરકારનો અણઘડ વહીવટ જવાબદાર છે. આ જવાબદારી સ્વીકારીને રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીએ
રાજીનામું આપી દેવું જોઈએ એમ જણાવતા શ્રી વ્યાસે ઉમેર્યું છે કે વેટ અને અન્ય વેરાથી પેટ્રોલ સહિતની ચીજવસ્તુઓના ભાવમાં સરકાર સ્થાપિત હિતોને સમૃદ્ધ બનાવવા અને ગરીબોના ખિસ્સા ખંખેરવા સિવાય કોઈ
કામગીરી કરતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here