ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપતાં દેશની સુરક્ષા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે જમ્મુ અને કાશ્મીર સમસ્યા, ડાબેરી ઉગ્રવાદ અને ઉત્તર-પૂર્વમાં વિદ્રોહનો ઉલ્લેખ કર્યો. તેમણે એમ પણ કહ્યું કે, આખી દુનિયામાં માત્ર બે જ દેશ ઈઝરાયેલ અને અમેરિકા એવા છે જે દરેક સ્તરે પોતાની સરહદો અને સેના માટે તૈયાર છે. આપણે પાકિસ્તાનમાં ઘૂસીને બદલો લેતાની સાથે જ ભારતનુ નામ પણ ઈઝરાયેલ અને અમેરિકાની સાથેની યાદીમાં આવી ગયું છે. ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં પોતાના સંબોધનની શરૂઆત શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપીને કરી હતી. તેમણે કહ્યું કે, દેશની આઝાદી બાદ દેશની સરહદોની સુરક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનાર સૈનિકોને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. હું શહીદોના પરિવારજનોનો પણ આભાર માનું છું, જેમણે પોતાના પુત્રોને દેશની રક્ષા માટે મોકલ્યા છે. ગૃહ મંત્રાલય ખૂબ જ મુશ્કેલ સંજોગોમાં કામ કરે છે. સીમા સુરક્ષા અને આંતરિક સુરક્ષા ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. પરંતુ જ્યારે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી રાજ્યોની હોય છે, ત્યારે આવી સ્થિતિ ઊભી થાય છે, ઘણા કિસ્સાઓમાં તે માત્ર રાજ્યોની સીમાઓ સુધી મર્યાદિત નથી.