ભારતમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું, એક દિવસમાં આવ્યા 500થી વધારે કેસ

0
177

કોવિડ-19 સંક્રમણ ફરીથી પગ પેસારો કરી રહ્યું છે. 114 દિવસમાં પહેલી વાર દેશમાં એક જ દિવસમાં 11 માર્ચે કોરોનાના તાજેતરના 500 કેસને પાર આંકડો પહોંચ્યો છે. નવાઈની વાત એ છે કે, આ સંખ્યા છેલ્લા 11 દિવસમાં સાત દિવસના સરેરાશથી ડબલ થઈ ગયા છે. જો કે, કોરોનાના કુલ દર્દીની સંખ્યા હજૂ પણ અપેક્ષાકૃત ઓછા છે અને આ વાયરસથી થનારા મોતમાં કોઈ વધારો થયો નથી. છેલ્લા સાત દિવસમાં કોરોનાના કારણે ફક્ત 6 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.ભારતે શનિવારે કોરોનાના 524 નવા કેસ નોંધ્યા છે, જે ગત વર્ષે 18 નવેમ્બર બાદ એક દિવસમાં સૌથી વધારે કેસ છે. છેલ્લા સાત દિવસમાં 2671 નવા કેસ નોંધાયા છે, જે છેલ્લા સાત દિવસમાં કુલ 1802થી લગભગ 50 ટકા વધારે છે. દેશમાં છેલ્લા ચાર અઠવાડીયાથી કોવિડના કેસો સતત વધી રહ્યા છે. જે ગત વર્ષે જૂન-જૂલાઈમાં મહામારીના પાછલા ઉછાળા બાદથી સંક્રમણમાં સૌથી લાંબા સમય સુધી થનારો સતત વધારો છે.