ભારત-અફઘાનિસ્તાન વચ્ચે આજે ક્રિકેટના ગોલ્ડ માટે થશે રસાકસી

0
143

સ્પિનર્સના તરખાટ પછી તિલકની હાફ સેન્ચુરીએ બંગલાદેશ સામે અપાવી જીત : સવારે ૧૧.૩૦ વાગ્યાથી ફાઇનલ : પાકિસ્તાનની ઓચિંતી એક્ઝિટ ચીનમાં એશિયન ગેમ્સની ટી૨૦ ક્રિકેટમાં ભારતની વિમેન્સ ટીમે ગોલ્ડ મેડલ જીતી લીધા પછી હવે આજે મેન્સ ટીમનો વારો છે. સવારે ૧૧.૩૦ વાગ્યાથી ભારતની અફઘાનિસ્તાન સામે ફાઇનલ રમાશે.
ગઈ કાલે સેમી ફાઇનલમાં ભારતે બંગલાદેશને ૬૪ બૉલ બાકી રાખીને ૯ વિકેટે હરાવ્યું હતું, જ્યારે અફઘાનિસ્તાનને હરાવીને અપસેટ સરજ્યો હતો. અફઘાનિસ્તાને ૧૩ બૉલ બાકી રાખીને ચાર વિકેટના માર્જિનથી પાકિસ્તાનને પરાજય તરફ ધકેલી દીધું હતું. ફરીદ, કૈસ અને ઝહીર નામના બોલર્સે પાકિસ્તાનને ૧૧૫ રન સુધી સીમિત રખાવ્યા પછી અફઘાનિસ્તાને ૧૭.૫ ઓવરમાં ૬ વિકેટે ૧૧૬ રન બનાવી લીધા હતા ભારતે બૅટિંગ આપ્યા પછી બંગલાદેશે ખાસ કરીને ભારતીય સ્પિનર્સના તરખાટને કારણે ૯ વિકેટે માત્ર ૯૬ રન બનાવ્યા હતા. સાઈ કિશોરે ૧૨ રનમાં ત્રણ અને વૉશિંગ્ટન સુંદરે ૧૫ રનમાં બે વિકેટ લીધી હતી. રવિ બિશ્નોઈ તેમ જ તિલક વર્મા અને શાહબાઝ અહમદે એક-એક વિકેટ લીધી હતી. એક વિકેટ મુખ્ય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને મળી હતી. ભારતે ક્વૉર્ટર ફાઇનલના સેન્ચુરિયન યશસ્વી જયસ્વાલને પહેલી જ ઓવરમાં ઝીરોમાં ગુમાવ્યો હતો, પરંતુ તિલક વર્મા (પંચાવન અણનમ, ૨૬ બૉલ, ૬ સિક્સર, બે ફોર) અને કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ (૪૦ અણનમ, ૨૬ બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર) વચ્ચેની ૯૭ રનની અતૂટ ભાગીદારીએ આસાનીથી ટીમને જિતાડી દીધી હતી. બંગલાદેશના સાતમાંથી એક જ બોલરને વિકેટ મળી હતી.